ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ સિંહણનું વર્તન ફર્યુ : વનતંત્રની ગાડીનો કાચ તોડી સિંહણે ડ્રાયવરને બહાર ખેંચી લીધો…

રાજુલા,
ગુજરાતની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં અમરેલી જીલામાં મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે જેમાં ગુજરાત વનવિભાગના ઇતિહાસમાં ન સર્જાય હોય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે આ ઘટના વનવિભાગના કર્મચારીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી 22 માર્ચની રાતે 1 વાગ્યા આસપાસ જાફરાબાદના લુણસાપુર ગામની સીંટેક્ષ કંપની નજીક સિક્યુરિટી ગાર્ડ પંકજભાઈ ઉપર હુમલો કર્યા બાદ સારવાર માટે ખસેડયા બીજાજ દિવસે સવારે 9 વાગે મિતિયાળા ગામ નજીકથી વનવિભાગને માહિતી મળી કે સિંહણ અજુગતું કરી રહી છે તેમને કઈક મુશ્કેલી લાગી રહી છે.આ ઘટના બાદ વનવિભાગના અધિકારીઓ 2 ટ્રેકર્સને તપાસ કરવા માટે સૂચના આપે છે જેમાં ટ્રેકર્સ અરવિંદભાઈ વાઘેલા અને હરેશભાઈ પંડ્યા મિતીયાળા વિસ્તારમાં તળાવ સિમ વિસ્તારમાં પોહચે સિંહણનું લોકેશન લઈને ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે આ વચ્ચેવનવિભાગની ટીમ રવાના થતી હતી સ્પોટ પર જવા માટે ત્યારે આ બંને ટ્રેકર્સ દૂરથી દુરબીનથી તેમની મુમેન્ટ જોઇ રહ્યા હતા ત્યારે અચાનક સિંહણ આક્રમણ બનીને હરેશ પંડ્યાને પકડી હુમલો કર્યો અને સાથે રહેલટ્રેકર્સે બચાવવા માટે લાકડીઓ પછાડી દેકારો કરતા સિંહણ દૂર જઇ અને ફરી સિંહણ બાજુમાં રહેલા અરવિંદભાઈ વાઘેલાની ઉપર હુમલો કરી માથે ચડી ગઇ હતી આ બન્ને સિંહણ સામે હિંમત પૂર્વક સામનો કરી લોહીયાળ થઇ ગયા હતા અને આ ઘટના જોવા આસપાસના લોકો પણ આવી ગયા હતા તેને સિંહણથી બચાવવા માટે આ બંને ટ્રેકર્સ હિંમત પૂર્વક ઉભા થઈને સ્થાનિકોને દૂર ખસેડીપોલીસને બોલાવી હતી અને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.જાણ કરાતા શેત્રુંજી ડીવીઝન ઇન્ચાર્જ જી.એલ.વાઘેલા બોલેરો ડ્રાયવર સાથે સ્થળ ઉપર ગયા હતા રૂટિન દરોજ અવર જવર કરતા હોય તેવી રીતે ડ્રાયવર ગાડી ઉભી રાખે છે સિંહણ સામે જ બેઠી હતી ચારે બાજુથી ઘેરાવ કરી પડકવા કવાયત શરૂ કરે તે પહેલાં સિંહણ બંધ કાચ હોવા છતાં આક્રમણ રીતે આવી બોલેરોના ડ્રાયવર સાઈડમાંથી અંદર કાચ ફોડી અડધી અંદર ઘુસી ગઈ અને ડ્રાયવર વિરાભાઈ વાઘેલાને પકડી રાખ્યા હતા ડ્રાયવરે અચાનક આક્રમણથી ચોંકી રાડો પાડી એક હાથથી દરવાજો ખોલી બહાર નીકળેલ તેમ છતાં સિંહણએ તેમનો એક હાથ બરાબરનો પકડી રાખ્યો હતો તે મુકવા તૈયાર ન હતી અને સિંહણ ડ્રાયવર ઉપર ચડી હતી જેથી એસીએફ અધિકારી એ ગણતરીની સેકન્ડમાંથી ગાડી માંથી બહાર દોટ મૂકી લાકડી સિંહણ સામે પછાડી હિંમત પૂર્વક સામનો કર્યો સિંહણ કોઈ રીતે ડ્રાઈવરને મુકવા તૈયાર ન હતી અંતે ડ્રાયવર પણ હિંમત પૂર્વક બહાદુરી પૂર્વક લોહીયાળ હાલતમાં હોવા છતાં ઉભો થય ગયો અને સિંહણ દૂર બેસી જતા જીવ મોતના મુખ માંથી છોડાવેલ ડ્રાયવરની સારવાર પણ જરૂરી બની ગઈ અને સિંહણને પકડવી તે પણ પડકાર હતો.ચાર ચારને વીંખી નાખનાર સિંહણ બેકાબુ બની હતી છતા હિંમત પૂર્વક વનવિભાગએ ઓપરેશન શરૂ કર્યું સિંહણને બેભાન કરી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટેખસેડવામાં આવી હતી તે આવી આક્રમક શા માટે બની તે જાણવા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને ડીસીએફ જયન પટેલ દ્વારા દિલધડક ઓપરેશન હિંમત પૂર્વક સાહસિક રીતે પાર પાડનારા અધિકારીઓએ તમામ કર્મચારી ટ્રેકર્સને કામગીરીને બીરદાવી અભિનંદન આપ્યા પ્રોત્સાહિત પણ કર્યા હતા.વનવિભાગની બોલેરોના ડ્રાયવર વિરાભાઈ વાઘેલાએ કહ્યું હું અને મારા સાહેબ બનાવની જાણ થઈ એટલે અમે ગાડી લઈને ગયા ન્યા સિંહણની મુમેન્ટ પેલા જોય ત્યાં ગાડી જોઈને સિંહણ કાચ તોડી અંદર આવી મારા ઉપર હુમલો કર્યો ડાબો હાથનો ખમ્બો પકડી લીધો અને પછી હું જેમ તેમ દરવાજો બહાર નીકળ્યો છતાં મારો હાથ પડકી રાખ્યો હતો પછી મારા એફ.એફ.ઓ.મારી મદદ કરવા માટે બુમો પાડી અને નજીક આવી લાકડીઓ પછાડવા મંડ્યા એવું બધું કરવા મંડ્યા સિંહણએ ત્રણ ચાર વખત મોઢામાં લીધો મેં બચાવવા માટે થોડાક મારા હાથથી વાર કર્યા આવું મેં ક્યારેય જોયું નથી સિંહણ ગાડીમાં અંદર ઘુસી એટેક કરશે મેં આવું પહેલી વાર જોયું છે.શેત્રુંજી ડીવીઝનના ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ કહ્યું અમારા સ્ટાફએ ખૂબ બહાદુરી પૂર્વક કામગીરી કરી દોઢથી બે કલાકમાં સિંહણ નું રેસ્ક્યુ ઓપરેશન કરી લીધું