ગ્રામ્ય કક્ષાએ કમ્પોઝ પીટ બનાવવાની પધ્ધતિમાં ફેરફાર કરી નાણાનો વ્યય અટકાવવા માંગણી

અમરેલી,
ગ્રામ પંચાયતના માધ્યમથી ગામમાંથી કચરાનો યોગ્ય નિકાલ થાય. ગામડું સુંદર,સ્વચ્છ અને રોગચાળો ના ફેલાય અને ગામમાંથી એકત્રીત કરેલ કચરા માંથી સુકો અને ભીનો કચરો જુદો પાડી ભીના કચરાને કમ્પોઝ પીટ (ખાતરના ખાડા) માં નાખી સેડવવામાં આવે અને સડી ગયા બાદ જે ભીના કચરાનું ખાતર બને આમ ભીના અને સૂકા કચરાનું વિભાજન કરી તેનું ગ્રામ પંચાયત દ્વારા વેચાણ કરી ગ્રામ પંચાયતને આવકનો સ્ત્રોત ઊભો થાય તે ખાતરનો ગામના ખેડૂતોની જમીનોમાં ઉપયોગ થવાથી જમીનો ફળદ્રુપ રહે અને આ બધી વ્યવસ્થા કરવાના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું સર્જન થાય આવા સારા હેતુથી ભારત સરકાર દ્વારા દેશના દરેક ગામડે કમ્પોઝ પીટ (ખાતરના ખાડા) નું નિર્માણ હાલ થઈ રહ્યું છે પરંતુ કમ્પોઝ પીટ (ખાતરનો ખાડો) બનાવવાની પદ્ધતિ જમીનના ઉપરના ભાગે હોવાથી જેનો હેતુ સિદ્ધ થતો જણાતો નથી.આ સ્વચ્છ ભારત યોજના અંતર્ગત પૈકીની કમ્પોઝ પીટ (ખાતરના ખાડા) ની યોજનાનો હેતુ સિદ્ધ કરવા જેવી રીતે ગ્રામ્ય કક્ષાએ ગામડાના લોકો અને ખેડૂતો જમીનના અંદરના ભાગે ખાડો કરી કચરો ખાડામાં નાખી ખાતર બનાવતા હોય આમ કરવાથી કચરાને જમીનના અંદરના ભાગે જમીનની ગરમી મળે અને તેમાં રહેલો ભેજ જમીન સરળતાથી શોષીલે તોજ થોડા સમયમાં સારું અને ગુણવત્તા વાળુ ખાતર બને. ભારત સરકાર દ્વારા કમ્પોઝ પીટ (ખાતરના ખાડા) બનાવવાની પદ્ધતિ (ડિઝાઇન) માં ફેરફાર કરી જે તે ગામની જરૂરિયાત મુજબ રકાબી આકારનો જમીનની અંદરના ભાગે ખુલ્લો ખાડો કરી અને ખાડા ફરતે એક થી બે ફૂટ પાકુ ચણતર કરવામાં આવે અને ખાડો બનાવવાની પદ્ધતિ (ડિઝાઇન)માં ફેરફાર કરવામાં આવે આમ અમારા મંતવ્ય પ્રમાણે અમો આપને કમ્પોઝ પીટ (ખાતરનો ખાડો) બનાવવાની ડિઝાઇનમાં ફેરફાર કરવો જરૂરી છે તેમ વડાપ્રધાનને પત્ર પાઠવી શ્રી ચિરાગ હિરપરાએ રજુઆત કર્યાનું જણાવ્યું