જાફરાબાદનાં લુણસાપુરમાં વનવિભાગના ટ્રેકર્સ સહિત 4 ઉપર હુમલો કરનારી સિંહણનું મોત થયું

અમરેલી,
અમરેલી જિલ્લામાં આવેલ 3 દિવસ પહેલા જાફરાબાદ તાલુકામાં રીતસર સિંહણ દ્વારા આક્રમણ બની આતંક મચાવનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત થયુ છે સિંહણ પ્રથમ લુણસાપુર ગામ નજીક આવેલ સીંટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા જ દિવસે વનવિભાગના ટ્રેકર્સ ડ્રાયવર ઉપર હુમલાઓ કરી આતંક મચાવ્યો હતો પ્રથમ 2 ટ્રેકર્સ ઉપર સિંહણ આક્રમણ બની હુમલો કરે છે ત્યારબાદ સિંહણને પકડવા માટે પ્રથમ એસીએફ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પોહચી તપાસ કરતા સિંહણ આક્રમણ બનીને ડ્રાયવરની ઉપર હુમલો કરવા ગાડી અંદર કાચ ફોડી ઘુસી જાય છે ત્યાર બાદ વનવિભાગ દ્વારા બે ભાન કરી તેમને પકડી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા બાદ વેટનરી ડોક્ટરો મારફતે બ્લડ સેમ્પલ લેવાયા છે તે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે તેના રિપોટ બાદ સાચું કારણ બહાર આવશેસિંહણ એનિમલ કેર સેન્ટરમાં સારવાર ચાલતી હતી આ વચ્ચે સારવાર દરમ્યાન આ સિંહણ નું મોત થતા વનવિભાગના ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ કહ્યું સિંહણ સારવારમાં હતી તેમનું મોત થયું છે જોકે અગાવ તેમના સેમ્પલ લઈ લીધા છે અને તેમને લેબમાં મોકલી રિપોટ આવ્યા બાદ સાચું કારણ કહી શકાય. અગાવ રાજુલાના વાવેરા ધારેશ્વર સિમ વિસ્તારમાં સિંહણ આક્રમણ બની હતી અને માનસિક સંતુલના ગુમાવી હોવાનું અનુમાન લગાવાયું હતું જોકે તે સમયે પણ 3 જેટલા લોકો ઉપર હુમલો કર્યો હતો અને સિંહણને દિવસ ભર 10 કલાક સુધી મેગા ઓપરેશન ચાલ્યું હતું