ATM આકસ્મિક કારણસર આગ લાગી : પૈસા બળીને ખાખ

  • ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી : આગ ઉપર કાબૂ મેળવતા આસપાસની દૃુકાનમાં નુકસાન થતું અટક્યુ
  • ફાયર બ્રિગેડે જહેમત બાદૃ આગ પર કાબૂ મેળવ્યો

શહેરમાં સવારે ધીમીધારે પડેલા વરસાદૃ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો છે. આ આગ કોઈ ફેક્ટરીમાં નહીં પરંતુ એક એટીએમમાં લાગી છે. આગને પગલે એટીએમમાં રહેલી ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવી આગને આસપાસની દૃુકાનોમાં પ્રસરતી અટકાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદૃાવાદૃના ઝ્ર્સ્ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે પર કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહૃાું છે. જે બાદૃમાં ફાયર બ્રિગેટને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેનાથી બાજુની દૃુકાનમાં આગને કારણે નુકસાન થતું અટકી ગયું હતું.
આશરે નવ વાગ્યાની આસપાસ આકસ્મિક રીતે આગ લાગી જતાં સ્થાનિક કાઉન્સિલર મહેશ પટેલ દૃોડી આવ્યા હતા અને તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આગને કારણે એટીએમ અને તેમાં રહેલા પૈસા બળીને ખાખ થઈ ગયા હતા.
આગ લાગી તે દૃુકાનમાં બેંકના ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. પાસબુક, પૈસા જમા કરવા અને પૈસા ઉપાડવાના એમ ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. આગ લાગી તે દૃુકાનમાં બેંકના ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. પાસબુક, પૈસા જમા કરવા અને પૈસા ઉપાડવાના એમ ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે.