CB અસુરક્ષિત: તમિલનાડુમાં કસ્ટડીમાંથી ૧૦૩ કિગ્રા સોનું ગાયબ..!

તમિલનાડુમાં દરોડા દરમિયાન CB એ ૧૦૩ કિલોગ્રામથી વધુ સોનુ જપ્ત કર્યું હતું. ૪૫ કરોડ રૂપિયાની િંકમતના આ સોનાને CB ની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ આ સોનું હવે અહીંથી ગાયબ  થઈ ગયું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ CB-CIDને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

જણાવી દઈએ કે, CB ની ટીમે વર્ષ ૨૦૧૨માં ચેન્નઈની સુરાના કોર્પોરેશન લિમિટેડની ઑફિસમાં દરોડા પાડ્યા હતા. CBએ રેડ દરમિયાન ત્યાંથી સોનાની ઈંટો અને ઘરેણા સહિત ૪૦૦.૫ કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. જપ્ત કરેલા સોનાને સીલ કરીને CBની સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી ૧૦૩ કિલોગ્રામથી વધુ સોનું ગાયબ છે.

આ અંગે CB તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, સેફ અને વૉલ્ટ્સની ૭૨ ચાવીઓ ચેન્નઈની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટને સોંપી દેવામાં આવી હતી. CB તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, દરોડા દરમિયાન જ્યારે સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે સોનાને એક સાથે જ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે SBI અને સુરાના વચ્ચે લોનના મામલાના નિકાલ માટે નિયુક્ત કરવામાં આવેલા લિક્વિડેટરને સોંપતા સમયે વજન અલગ-અલગ કરવામાં આવ્યું છે. આજ કારણ છે કે, સોનાના વજનમાં અંતર જોવા મળી રહૃાું છે.

જસ્ટિસ પ્રકાશે CBની દલીલને ફગાવતા આ મામલે SP રેકના અધિકારીની આગેવાનીમાં CB-CID તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ ૬ મહિનાની અંદર કરવાનો આદેશ આપતા જસ્ટિસ પ્રકાશે કહૃાું કે, CB-CID ને સમગ્ર મામલે હ્લૈંઇ દાખલ કરવા કહૃાું છે. કોર્ટે કહૃાું કે, આ CB માટે અગ્નિ પરીક્ષા હોઈ શકે છે, પરંતુ તેનું કશું જ નહીં થઈ શકે. જો સીતાની જેમ તેઓ પવિત્ર હશે, તો બચી જશે નહીં તો તેમને તેની સજા ભોગવવી જ રહી.