સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદૃો આપ્યો. ૫ જજોની બેંચમાંથી ૩ જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આથી આ ચુકાદો ૩:૨ થી આવ્યો કહી શકાશે. શું માની શકો કે ૫ જજની બેન્ચે ૩:૨ થી આપ્યો ચુકાદો?…આ કેસમાં ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્ર્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે ચુકાદો આપ્યો. જસ્ટિસ માહેશ્ર્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ અનામતનું સમર્થન કર્યું છે. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ તેના વિરુદ્ધમાં છે. વાત જાણે એમ છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત આપવા માટે બંધારણમાં ૧૦૩મું સંશોધન કર્યું હતું. પરંતુ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં ૪૦થી વધુ અરજીઓ દાખલ થઈ હતી. આ જજે શું કહૃાું તે જાણો… જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહૃાું કે સવાલ મોટો હતો કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે? શું તેનાથી SC/ST/OBC ને બહાર રાખવા એ મૂળ ભાવના વિરુદ્ધ છે? તેમણે કહૃાું કે EWS કોટા બંધારણનો ભંગ કરતું નથી. EWS અનામત યોગ્ય છે. તે બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરતું નથી. તે ભારતના બંધારણના પાયાના માળખાનો ભંગ કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવદીએ કહૃાું કે મે જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરીના અભિપ્રાય પર સહમતિ જતાવી છે. એટલે કે તેઓ પણ EWS અનામતને મૂળ અધિકારનું હનન ગણતા નથી. બેલા ત્રિવેદીએ કહૃાું કે EWS કેટેગરી વ્યાજબી કેટેગરી છે. આર્થિક રીતે વંચિત તબક્કાને આગળ લઈ જવો એ સરકારની જવાબદારી છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહૃાું કે ૧૦૩માં બંધારણ સંશોધનની બંધારણીય માન્યતાને યથાવત રાખુ છું. તેમાં SC/ST/OBC કેટેગરીને બહાર રાખવી એ ભેદભાવપૂર્ણ કહી શકાય નહીં. જસ્ટિસ પારડીવાલાએ કહૃાું કે ૭૫ વર્ષ બાદ આ સમીક્ષાની જરૂર છે કે અનામતથી શું ફાયદૃો થયો. જ્યારે જસ્ટિસ રવિન્દ્ર ભટનો મત અલગ છે. તેમણે કહૃાું કે SC/ST/OBC ને ઈઉજી અનામતના દાયરામાંથી બહાર રાખવું ભેદભાવપૂર્ણ છે. CJI એ પણ પોતાના ચુકાદૃામાં સ્પષ્ટ કર્યું કે SC/ST/OBC સમુદૃાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આમ આ રીતે ચુકાદો ૩:૨ ના બહુમતથી આવ્યો ગણાશે. શું છે આ EWS કોટા? તે જાણો?… કેન્દ્ર સરકાર જાન્યુઆરી ૨૦૧૯માં બંધારણમાં ૧૦૩મું સંશોધન લઈને આવી હતી. જેમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા હેઠળ અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધુ હોવી જોઈએ નહીં. દૃેશમાં હાલ જોઈ તો એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે તે ૫૦ ટકાની મર્યાદાની અંદર જ મળે છે. પરંતુ સામાન્ય વર્ગનું ૧૦ ટકા અનામતનો કોટા આ ૫૦ ટકાની મર્યાદાની બહાર છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ૪૦થી વધુ અરજીઓ દાખલ થઈ હતી. કોર્ટે ૨૭ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.