GMAIL સર્વર ડાઉન, ભારત સહિત ૧૧ દૃેશોમાં ઈમેલ સર્વિસ ખોરવાઈ

ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ વૈશ્ર્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેંકીગની આશંકા પ્રબળ બની છે. સવારે ૧૦ વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દૃેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત કામ ન કરતી હોવાની ફરિયાદૃો આવી હતી. બાદમાં ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. અલબત્ત, સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી.
ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદૃો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દૃુનિયાભરમાં ૧૫૦ કરોડ અને ભારતમાં ૩૬.૫ યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈિંલગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્ર્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
લોકોએ વિશ્ર્વના પ્રિય ફરિયાદ બોર્ડ ટ્વિટર પર આ લાગણીઓને પહોંચાડી છે. ઘણાને જીમેઇલ અપ્રાપ્ય હોવાની ફરિયાદૃો કરી છે. છે, ખાસ કરીને જ્યારે તમારે હોમથી કામ કરતી વખતે આવી સેવાઓ પર આધાર રાખવો પડે છે.
જીમેઇલ ડાઉન હોવાનો વિશ્ર્વભરમાં હોબાળો મચ્યો છે. કેટલાક દૃેશોના વપરાશકર્તાઓ તેમના મેઇલ્સમાં દૃસ્તાવેજો જોડાણ કરવામાં સમસ્યાઓની જાણ કરી રહૃાાં છે. અશ્ર્વનીએ એન ટ્વિટરને કહૃાું, વિચાર્યું ન હતું કે જીમેલમાં સર્વર ડાઉન થઈ શકે છે અથવા તકનીકી સમસ્યાઓ થઈ શકે છે!