GPCB અધિકારી બી.જી. સુતરેજા ૫ લાખ સાથે ઝડપાયા

  • એસીબીની સફળ ટ્રેપ
  • પૂછપરછમાં અન્ય અધિકારીઓના નામ બહાર આવે તેવી શક્યતા

    સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહૃાું છે. સામાન્ય માણસને દૃરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં એસીબી એ મોટી કાર્યવાહી કરી છે. જીપીસીબી નાં અધિકારીને એસીબી માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. જીપીસીબીનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા એસીબીનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી ૫ લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર એસીબી ની ચાંપતી નજર હતી, જેના બાદૃ આખરે તે પકડાયા હતા. એસીબીએ મોડી રાત્રે જામનગરથી અમદૃાવાદૃ આવેલા અધિકારી બી.જી. સુતરેજાની તલાશી લીધી હતી.
    બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી છે. બી.જી.સુતરેજા અમદૃાવાદૃમાં રહે છે, અને જામનગરમાં જીપીસીબી માં ફરજ બજાવે છે. એસીબી ને માહિતી મળી હતી કે, દૃર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇને અમદૃાવાદૃ આવે છે. બાતમીને આધારે એસીબીએ સુતરેજા પર વોચ રાખી હતી અને આખુ ઓપરેશન પાર પાડ્યું હતું.
    ક્લાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના છે. એસીબી સુતરેજા પર અપ્રમાણસર મિલકતનો ગુનો દૃાખલ કરશે. હાલ જામનગર જીપીસીબીનાં ઓફિસરની એસીબી દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે, કે તેઓ ક્યાંથી આટલી માતબર રકમ લઈને આવ્યા. તો એસીબીનાં ઓપરેશનથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો છે. તેમાં વધુ નામ ખૂલે તો નવાઈ નહિ.