H1-B સહિતના વર્ક વીઝા પર પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી લંબાવ્યો

  • અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નવા વર્ષે જ ભારતને ઝટકો આપ્યો
  • કોરોનાવાયરસ મહામારીના લીધે વર્ક વિઝા ઇશ્યુને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધા, ટ્રમ્પના આ નિર્ણયથી હજારો લોકોને એની પ્રતિકૂળ અસર થશે

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ નવા વર્ષ ૨૦૨૧ના રોજ ઇમિગ્રન્ટ વર્કર્સને ઝાટકો આપતા ત્રણ મહિના માટે અગાઉ લાગૂ કરેલા વર્ક વિઝા પર પ્રતિબંધ લંબાવી દીધો છે. હવે આ પ્રતિબંધ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારના રોજ એ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કોરોનાવાયરસ મહામારીના લીધે વર્ક વિઝા ઇશ્યુને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધા છે.

ટ્રમ્પે જાહેરાત કરતાં લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સના અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકન સમુદાયોના સ્વાસ્થ્ય પર કોવિડ-૧૯ની અસર હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલુ છે.” ઘોષણા પત્રમાં બેરોજગારીનો દર, રાજ્યો દ્વારા આપવામાં આવતા વ્યવસાયો પર મહામારી સંબંધિત પ્રતિબંધ અને જૂનથી કોરોનોવાયરસ સંક્રમણ વધવાનો હવાલો પણ આપ્યો છે.

અમેરિકામાં કામ કરવા માટે વિદેશી લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાંય અસ્થાયી વીઝાને રોકી દેવામાં આવ્યા છે, જેમાં એચ-૨બી કાર્યક્રમ પણ સામેલ છે જે બિન કૃષિ મોસમી શ્રમિકો માટે રજૂ કરાય છે. આ સિવાય એચ-૧મ્ વીઝાને આઇટી ક્ષેત્રના લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે તે પણ સામેલ છે. પ્રતિબંધિત કરાયેલા વીઝામાં ત્ન-૧ વીઝા પણ સામેલ છે જે સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે અપાય છે. એચ-૧બી અને એચ-૨બી ધારકોના જીવનસાથી માટે વીઝા અને કંપનીઓ માટે ન્ વીઝા જે અમેરિકામાં કર્મચારીઓને સ્થળાંતરિત કરવા માટે રજૂ કરાય છે તેને પણ સસ્પેન્ડ કરાયા છે.

ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે આ ઉદઘોષણા ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થશે અને જરૂરિયાત મુજબ ચાલુ રાખવામાં આવી શકે છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના ૧૫ દિવસની અંદર અને ત્યારબાદ દર ૩૦ દિવસોમાં જ્યારે આ ઘોષણા અસરકારક છે. જરૂર પડવા પર ગૃહ સચિવ, રાજ્ય સચિવ અને શ્રમ સચિવનો સંપર્ક કરીને તેઓ કોઈપણ પ્રકારના સંશોધનની ભલામણ કરી શકે છે.

ટ્રમ્પના આ નિર્ણયથી હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને અમેરિકી ઉપરાંત ભારતીય કંપનીઓ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા નકારી કઢાતી નથી.  ટ્રમ્પે ૨૦૨૦ના એપ્રિલની ૨૨મીએ અને ત્યારબાદ જૂનની ૨૨મીએ વિવિધ વીઝા પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. એ આદેશ ડિસેંબરની ૩૧મીએ આપોઆપ રદ થવાનો હતો. એ રદ થાય એ પહેલાં ટ્રમ્પે ૩૧મીએ જ આ નીતિ ૨૦૨૧ના માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરીને હજારો આઇટી પ્રોફેશનલ્સને આંચકો આપ્યો હતો.