દિગ્ગજ પેસર લસિથ મિંલગાએ વ્યક્તિગત કારણોને કારણે પ્રતિષ્ઠિત ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મિંલગાની જગ્યાએ બુધવારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિંસનને સામેલ કરવાની ઘોષણા કરી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મિંલગા વિશે ટીમે કહૃાું કે, તે અંગત કારણોસર આગામી સિઝનમાં ઉપલબ્ધ નહીં રહે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જાહેર કરેલાં નિવેદન અનુસાર લસિથ મિંલગાએ અંગત કારણોથી આ સત્રમાં અલગ થવાનો આગ્રહ કર્યો હતો અને તે શ્રીલંકામાં પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. પેટિંસને આ અઠવાડિયાના અંતમાં અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે. મિંલગા મુંબઈની ટીમ માટે ખુબ જ મહત્વનો બોલર છે અને તેણે ગત વર્ષોમાં ટીમના અભિયાનમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી.
ટીમના માલિક આકાશ અંબાણીએ પેટિંસનનું સ્વાગત કર્યું અને મિંલગાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેણે કહૃાું કે, જેમ્સ અમારી સાથે ફિટ થવા માટે યોગ્ય ખેલાડી છે અને આ સમયે ફાસ્ટ બોલરના ઉપલબ્ધ વિકલ્પોમાં સામેલ થશે. મિંલગાએ શ્રીલંકા માટે ગત ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝની સામે ઘરેલુ સીરિઝ દરમિયાન રમ્યો હતો.