IPL ૨૦૨૦ ની સ્પોન્સરશિપ કરી શકે છે બાબા રામદૃેવની કંપની પતંજલિ

ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ટાઇટલ સ્પોન્સર માટેની રેસમાં બીજી કંપનીનું નામ સામે આવી રહૃાું છે. યોગગુરુ બાબા રામદૃેવની કંપની પતંજલિ હોડમાં આગળ આવી છે. જ્યારે ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો સ્પોન્સર શીપથી હટ્યા પછી બાબા રામદૃેવની કંપની પતંજલિ આગળ આવી છે. કંપની દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. પતંજલિના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ કહૃાું, આ વર્ષે આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ વિશે વિચારી રહૃાા છીએ, કારણ કે અમે પતંજલિ બ્રાન્ડને વૈશ્ર્વિક મંચ પર લઈ જવા માંગીએ છીએ.
તેમણે એમ પણ કહૃાું હતું કે તેઓ ભારતના ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલને દરખાસ્ત મોકલવાની તૈયારી કરી રહૃાા છે. બજારના નિષ્ણાતોના મતે ચીની કંપનીના વિકલ્પ રૂપે પસંદગી સમયે રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે પતંજલિનો દૃાવો ખૂબ જ મજબૂત છે, તેમ છતાં પતંજલિ બ્રાન્ડમાં મલ્ટિનેશનલ બ્રાન્ડ તરીકે સ્ટાર પાવરનો અભાવ છે. ભારત અને ચીન વચ્ચેના તણાવને કારણે ચાઇનીઝ મોબાઇલ ફોન ઉત્પાદક વિવોએ આ વર્ષે ટાઇટલ સ્પોન્સરશિપથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે આઈસીસીએ પણ તેને મંજૂરી આપી દીધી છે વિવો બીસીસીઆઈને દર વર્ષે ટાઇટલ સ્પોન્સરશિપ માટે રૂ. ૪૪૦ કરોડ ચૂકવે છે. જોકે, બોર્ડે વિવો માટે આવતા વર્ષે પાછા ફરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
વિવો અને આઈપીએલનો કરાર ૨૦૨૨ સુધીનો છે. કોરોના વાયરસને કારણે,બજારની હાલત આ સમયે ખૂબ ખરાબ છે. તેથી બોર્ડ પણ સમજે છે કે એક વર્ષ માટે, નવી કંપની વિવો જેટલી રકની ચુકવણી કરશે નહીં. ઓનલાઇન શોિંપગ ધરાવતી દિગ્ગજ કંપની એમેઝોન, ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની ડ્રીમ ૧૧ અને ટીમ ઈન્ડિયાના જર્સીના પ્રાયોજક અને ઓનલાઇન લર્નિંગ કંપની બાયજુસ પણ આ વર્ષની ટાઇટલ સ્પોન્સરશિપ માટેની રેસમાં છે.