LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી ઝપાઝપી

  • ચીનનું હમ નહિ સુધરેંગે, પેંગોંગ નજીક ઘુસાણખોરીનો પ્રયાસ કરતા ભારતના સૈનિકોએ પાછા ખદૃેડ્યા
  • એલએસી પર ૨૯ ઓગસ્ટની રાત્રે ચીનના સૈનિકોએ ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો, ચીનની નફટાઇ: એક બાજુ મંત્રણાનું નાટક તો બીજી તરફ ઘુસણખોરીનો પ્રયાસ
  • ચીનના સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં સીમા પર બનેલી સહમતીનું ઉલ્લંઘન કર્યું: ભારત આક્રમક

ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું છે. ૨૯-૩૦ ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દૃેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દૃેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ભારતે આ વિસ્તારમાં તૈનાતી વધારી દૃીધી છે. ૧૫મી જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલ િંહસક ઝડપ બાદ ચીન બોર્ડર પર આ બીજી સૌથી મોટી ઘટના છે. અત્યાર સુધી તમામ જવાન સુરક્ષિત કહેવાય છે.
ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દૃેખાઈ રહી નથી. ૨૯-૩૦ ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.
ચીને છાનામાન રાત્રિના અંધારામાં ભારતીય સરહદમાં ઘૂસણખોરીની તૈયારી કરી રાખી હતી. ડ્રેગન સેના, ટેક્ધ, ૨૦૦ સૈનિકો અને દૃારૂગોળાની સાથે ભારતીય સરહદમાં દક્ષિણ પેંગોંગ ત્સોના દક્ષિણ કાંઠે ઘૂસવાની કોશિષ કરી રહૃાું હતું. પરંતુ ન્છઝ્ર પર મુસ્તૈદ ભારતીય જવાનોએ દૃુશ્મનની સેનાને પાછળ ધકેલી દૃીધી. ચીની સેના આ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને અહીં તંબૂ તાણવા માટે આવી હતી.
સરકારે એક નિવેદનમાં કહૃાું કે ૨૯/૩૦ ઑગસ્ટના રોજ રાત્રે ચીની સૈનિકોએ પૂર્વમાં બનેલી સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીની સેના એ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની ફરી કોશિષ કરી છે. પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર ચીની સેના હથિયારોની સાથે આગળ વધી તો ભારતીય સેના એ માત્ર તેમને રોકયા જ નહીં પરંતુ પાછળ ખદૃેડી દૃીધા. પીઆઈબીના મતે ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદની તરફથી આવેલા નિવેદનમાં કહૃાું કે ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાના દૃેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે.
છેલ્લાં કેટલાંય સમયથી વાતચીત ચાલી રહી છે છતાંય પૂર્વ લદ્દાથમાં તણાવ ઓછો થઇ રહૃાો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ચીનને એપ્રિલથી પહેલાવાળી સ્થિતિને પાછી કરવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત સિવાય વિદૃેશ મંત્રાલય અને બંને દૃેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશનની પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસએંગજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયું છે પરંતુ જમીની સ્તર પર તેની અસર થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીનની ઘુસણખોરી બાદ ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજ તહેનાત કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નૌકાદળ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. ૨૦૦૯ થી ચીન આ ક્ષેત્રમાં લશ્કરી અને કૃત્રિમ ટાપુઓનો ઉપયોગ કરીને નોંધપાત્ર રીતે વિસ્તૃત થયો છે. ચીની નૌસેનાએ દૃાવો કર્યો છે કે મોટાભાગના દક્ષિણ ચીની સમુદ્ર તેના ક્ષેત્રમાં આવે છે. અમેરિકાની નેવીએ તેના ડિસ્ટ્રોર્સ અને ફ્રિગેટ્સ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ગોઠવી હતી. અહીં તેમના યુદ્ધ જહાજોની જમાવટ દરમિયાન, ભારતીય યુદ્ધ જહાજોએ અમેરિકા સાથે સતત સંપર્કમાં રાખ્યો હતો.
ભારત-ચીન સીમા વિવાદ વિશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે તાજેતરમાં જ એક મોટું નિવેદૃન આપ્યું છે. રાવતે કહૃાું હતું કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ ન આવે તો અમારી પાસે સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો છે. જોકે શાંતિથી સમાધાન નીકળે તેવો પ્રયત્ન કરવામાં આવી રહૃાો છે. આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ આસ-પાસ અતિક્રમણ રોકવા અને આ પ્રમાણેની પ્રવૃતિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું.