LAC પર સ્થિતિ તણાવભરી, સેના દરેક પડકાર માટે તૈયાર: આર્મી ચીફ

  • ચીન સાથેના તણાવ વચ્ચે નરવાણેએ લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
  • ભારતીય સેના દૃુનિયામાં સૌથી શ્રેષ્ઠ, ન માત્ર સેનાને ગર્વ કરાવશે પરંતુ દૃેશને પણ ગર્વ થશે, રાજકીય સ્તર પર ચીનની સાથે વાતચીત ચાલુ

આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણેએ કહૃાું કે, LAC પર છેલ્લા ત્રણ મહીનાથી હાલાત ખરાબ છે, પરંતુ જવાનોનો મનોબળ વધ્યો છે અને તે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહૃાું કે, LAC પર જે હાલાત છે તે નાજુક અને ગંભીર છે, પરંતુ અમે સતત તેના વિશે વિચાર કરી રહૃાા છીએ. સુરક્ષા માટે અમે અમુક પગલાઓ પણ ભર્યા છે. મને આશા છે કે, આપણે જે તૈનાતી કરી છે, તેઓ આપણી સુરક્ષા કાયમ રાખશે.
ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવાણએ આ સમયે લદ્દાખના પ્રવાસે છે અને ત્યાં પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા છે. સેના પ્રમુખે કહૃાું કે, ભારતીય સેના અધિકારી અને સૈનિક પુરી દૃુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને ન માત્ર સેનાને ગર્વ કરાવશે પરંતુ દૃેશને પણ ગર્વ થશે. સેના પ્રમુખે કહૃાું કે, છેલ્લા ૨-૩ મહીનાથી તણાવ વધ્યો છે, પરંતુ અમે સૈનિકો અને રાજકીય સ્તર પર સતત ચીનની સાથે વાત કરી રહૃાા છીએ.
સેના પ્રમુખે કહૃાું કે, ચીનની સાથે સૈનિક અને રાજકીય સ્તરની વાતચીત શરૂ છે અને આગળ પણ ચાલતી રહેશે. વધુમાં જણાવીએ તો આર્મી ચીફ નરવાણેએ પૂર્વી લદ્દાખ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર સમીક્ષા કરી હતી. તેમનો આ પ્રવાસ પેંગોંગ નદૃીના દક્ષિણી તટીય વિસ્તારની આસપાસ સ્થિતિને બદલવાના ચીનની નવી રીતના થોડા દિવસો બાદનો છે. સેન્ય સૂત્રોએ આ માહિતી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લદ્દાખના બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે નરવાણેએ ક્ષેત્રમાં બનતી સ્થિતિ પર શીર્ષ કમાન્ડરો સાથે બેઠક કરી હતી. તેમણે કોઇ પણ અપ્રિય સ્થિતિ બનવા પર તેને કઇ રીતે કાબુમાં લેવી અને ભારતની સંપૂર્ણ લડાકુ તૈયારીઓનું પણ આકલન કર્યું હતું. સેના પ્રમુખના એક પ્રમુખ અગ્રિમ ક્ષેત્રનો પણ પ્રવાસ કર્યો જ્યાં તેમણે મોટી સંખ્યામાં સૈનિકો સાથે વાતચીત કરી હતી.
ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તો બંને દૃેશોના લશ્કરી પ્રતિનિધિઓ તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહૃાા છે. તાજેતરમાં જ ચીને પેંગોંગ ત્સોમાં યથાસ્થિતિને બદલતા ઉશ્કેરણીજનક ઘુસણખોરી કરી હતી, ત્યારબાદ ભારતીય સૈનિકોએ પણ કાર્યવાહી કરી હતી.
આ પહેલા ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ચીનની સેનાના સૈનિકોએ પૈંગોન્ગ જીલના દક્ષિણી પર્વત પર કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ ચીનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ ચીનના સૈનિકોએ ૧ સપ્ટેમ્બરે પણ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પણ ચીનની સેના ત્યારે પણ નિષ્ફળ રહી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ વિવાદિત ક્ષેત્ર પર કબ્જો કરી પોતાનો દૃબદૃબો બનાવ્યો છે.