MSP હતી, MSP છે અને MSP રહેશે, આંદોલન બંધ કરો: મોદી

  • રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર બોલ્યા વડાપ્રધાન

 

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનની જ્વાળા પંજાબથી ઊઠી અને હરિયાણાને પોતાનામાં શમાવતા પશ્ર્ચિમ યૂપી સુધી ફેલાઈ ગઈ છે. પંજાબમાં જ્યાં ખેડૂતો રોડ પર ઉતર્યા છે તો પશ્ર્ચિમ યૂપીમાં ખાપ પંચાયતોનો તબક્કો ચાલી રહૃાો છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભાને જવાબ આપ્યો તો આંદોલનકારી ખેડૂતોને સાધવાનો પણ પ્રયત્ન કર્યો. પીએમ મોદીએ ચૌધરી ચરણિંસહનો ઉલ્લેખ કરીને પશ્ર્ચિમ યૂપીના ખેડૂતોને સંદેશ આપ્યો તો શીખ સમુદાયને દેશની શાન ગણાવીને પંજાબના આંદોલનકારી ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો.

કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઇ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહૃાું કે ટેકાના ભાવ હતા, છે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખત્મ કરવું જોઇએ અને ચર્ચા ચાલુ રાખવી જોઇએ. આ સિવાય કેટલાંય મુદ્દા પર પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા.

આપણી ખેતીને ખુશાલી બનાવા માટે આ સમયને ગુમાવવો જોઇએ નહીં. પીએમે કહૃાું કે આપણા કૃષિમંત્રી સતત ખેડૂતોની સાથે વાતચીત કરી રહૃાા છે. હજુ સુધી કોઇ તણાવ પેદા થયો નથી. એકબીજાની વાત સમજવાનો, સમજાવવાનો પ્રયાસ ચાલી રહૃાો છે. અમે આંદોલન કરનારાઓને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો બધાનો હક છે. પરંતુ આ રીતે વૃદ્ઘ લોકો બેઠા છે એ યોગ્ય નથી તમે તેમને લઇ જાઓ. તમે આંદોલનને ખત્મ કરો. આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું. હું ગૃહના માધ્યમથી પણ નિમંત્રણ આપું છું.

આપણે આગળ વધવું જોઇએ, દેશને પાછળ લઇ જવો જઇએ નહીં, પક્ષો હોય વિપક્ષ હોય આ સુધારાઓને આપણે તક આપવી જોઇએ. આ પરિવર્તનથી લાભ થાય છે કે નહીં. કોઇ કમી હોય તો ઠીક કરીશું, એવું તો નથી કે બધા દરવાજા બંધ કરી દીધા હોય. આથી જ હું કહું છું કે વિશ્ર્વાસ અપાવું છું કે મંડીઓ આધુનિક બનશે, વધુ પ્રતિસ્પર્ધી બનશે. ટેકાના ભાવ છે , હતા અને રહેશે. આ સદનની પવિત્રતા સમજો. મહેરબાની કરીને ભ્રમ ના ફેલાવીએ કારણ કે દેશે આપણને વિશિષ્ટ જવાબદારી સોંપી છે.

પીએમ મોદીએ કહૃાું,  કરો, હું બે-ત્રણ વર્ષ પહેલાં અહીં આ ગૃહનું ભાષણ સાંભળતો હતો. મોબાઇલ ક્યાં છે, લોકો ડિજિટલ ટ્રાંઝેક્શન કેવી રીતે કરશે, આજે યુપીઆઈ તરફથી દર મહિને ચાર લાખ કરોડનું ટ્રાંઝેક્શન થાઇ રહૃાું છે. પાણી હોય, આકાશ હોય, અંતરિક્ષ હોય, ભારત દરેક ક્ષેત્રમાં તેની સંભાવના સાથે ઉભું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય, એર સ્ટ્રાઇક હોયપવિશ્ર્વએ ભારતનું પરાક્રમ જોયું છે.

PM મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહૃાું કે અહીં લોકતંત્રને લઇ ખૂબ ઉપદેશ અપાય છે. તેમણે કહૃાું કે ભારતનું લોકતંત્ર એવું નથી કે તેની ખાલ આપણે ઉઝેડી શકીએ છીએ. હું ડેરેક (ઓબ્રાયન) જીની વાત સાંભળી રહૃાો હતો. જોરદાર શબ્દૃોનો પ્રયોગ થઇ રહૃાો હતો. હું સાંભળી રહૃાો હતો ત્યારે હું વિચારી રહૃાો હતો કે આ બંગાળની વાત છે? કોંગ્રેસના આપણા (પ્રતાપ િંસહ) બાજવા સાહેબ બોલી રહૃાા હતા, મને લાગી રહૃાું હતું થોડીવારમાં તેઓ ૮૪ સુધી પહોંચી જશે. ખેર એવું થયું નહીં. કોંગ્રેસ દેશને બહુ નિરાશ કરે છે, એક વખત ફરીથી એ જ કર્યું.

મોદીએ કહૃાું કે આપણે ત્યાં કોરોનાને લઇ ડરાવાની કોશિષો પણ થઇ. કેટલાંય નિષ્ણાતોએ પોતાની સમજના હિસાબથી કહૃાું. આજે દુનિયા એ વાત પર ગર્વ કરી રહૃાું છે કે ભારતે કોરોનાથી લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ લડાઇ જીતવાનો યશ કોઇ સરકારને જતો નથી પરંતુ ભારતને તો જાય છે. વિશ્ર્વની સામે આત્મવિશ્ર્વાસથી બોલવામાં શું જાય છે. પીએમે કહૃાું કે તમારા સોશિયલ મીડિયા પર જોયું હશે, ફૂટપાથ પર ઝૂંપડીમાં રહેનાર માતા પણ બહાર દીવડો પ્રગટાવીને બેઠી છે. પરંતુ આપણે તેમની ભાવનાઓની મજાક બનાવી રહૃાા છે? તેમની મજાક ઉડાવી રહૃાા છે. તેમણે કહૃાું વિરોધ કરવા માટે કેટલાં મુદ્દા છે અને કરવો પણ જોઇએ પરંતુ એવું ના કરવું જોઇએ કે દેશનું મનોબળ તૂટે.