ચેન્નઇની ટીમ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૩૮) અને ફાફ ડુ પ્લેસિસે (૩૧) પ્રથમ વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી નોંધાવી આક્રમક શરૃઆત કરી હતી. ત્યારબાદ અંબાતી રાયડુએ ૩૨ તથા મોઇન અલીએ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. સુરૈશ રૈના ૧૭ તથા ધોની ૧૧ રન બનાવીને અણનમ રહૃાા હતા. અગાઉ બેંગ્લોરની ઇિંનગમાં કોહલીએ ૫૩ તથા પડિક્કલે ૭૦ રન બનાવ્યા હતા. ડ્વેન બ્રાવોએ ૨૪ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. કોહલીએ ચેન્નઇ સામે નવમી અડધી સદૃી ફટકારી વિરાટ કોહલીએ ૩૬ બોલમાં અડધી સદૃી પૂરી કરી હતી અને આ સાથે તેણે એક વિશેષ રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે ચેન્નઇ સામે નવમી વખત ૫૦ પ્લસ રનની ઇિંનગ રમીને શિખર ધવનના રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચેન્નઇ સામે ધવને આઠ, રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે સાત-સાત તથા શેન વોટસન અને ગૌતમ ગંભીરે પાંચ-પાંચ વખત અડધી સદૃી ફટકારી હતી.ડેથ ઓવર્સમાં શાર્દૃુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોએ કરેલી ચુસ્ત બોિંલગ બાદ ટોચના બેટ્સમેનોએ નોંધાવેલા ઉપયોગી રનની મદદથી ચેન્નઇ સુપર િંકગ્સે અહીં રમાયેલા આઇપીએલ ટી૨૦ લીગના ૩૫મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોઇ પણ મુશ્કેલી વિના છ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઇએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુકાની વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે પ્રથમ વિકેટે નોંધાવેલી ૧૧૧ રનની ભાગીદારી વડે બેંગ્લોરે છ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઇની ટીમે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટે ૧૫૭ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ચેન્નઇ આ સાથે ફરીથી પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે આવી ગયું છે અને પ્લે ઓફ માટે લગભગ તેનું સ્થાન નિિૃત થઇ ચૂક્યું છે.