RCB સ્પિનર જામ્પા લગ્નનાં કારણે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ પ્રથમ મેચમાં રમશે નહીં

આઇપીએલમાં વિરાટ કોહલીની કપ્તાની હેઠળની ટીમ રૉયલ્સ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી) ટીમ માટે લેગ સ્પિનર એડમ જામ્પા વરરાજા બનવાની તૈયારમાં છે. એક રિપોર્ટ અનુસાર એડમ જામ્પા લગ્ન કરવા જઇ રહૃાો છે.

એડમ જામ્પા પોતાના લગ્નનાં કારણે રૉયલ્સ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી) માટે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રમાનાર આઇપીએલ ૨૦૨૧ની પ્રથમ મેચમાં રમશે નહીં. રૉયલ્સ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમના ક્રિકેટર માઇકલ હેસને ફ્રેંચાઇઝીના ટ્વીટર પેજ પર એક વીડિયો પોસ્ટ કરી આ વિશે જાણકારી આપી છે.

માઇકલ હેસને કહૃાું,આઇપીએલ ૨૦૨૧ની પ્રથમ મેચ માટે અમારી પાસે તમામ વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે નહીં. એડમ જામ્પાના લગ્ન થવા જઇ રહૃાા છે. તેના માટે આ ખુબ જ મહત્વપૂર્ણ સમય છે અને આ વાતથી ફ્રેંચાઇજી અવગત છે. માઇકલ હેસને કહૃાું,અમે તેનું સન્માન કરીએ છીએ અને અમને આશા છે કે, તે સારો સમય વિતાવશે. જ્યારે પણ એડમ જામ્પા ટીમમાં સામેલ થશે તે ટૂર્નામેન્ટમાં પોતાનું યોગદાન આપશે.

હેસને કહૃાું, ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીઓ અને સ્ટાફ માટે યાત્રા કરવી એક પડકાર છે અને ટીમના મુખ્ય કોચ સાઇમન કૈટિચ ચેન્નઇ પહોંચી શક્યા નથી. જ્યાં ટીમ પ્રેક્ટિસ કેમ્પ માટે ક્વોરન્ટાઇન છે. હેસને કહૃાું,લોકો માટે ઓસ્ટ્રેલિયાથી બહાર નિકળવું એક પડકાર છે. સાઇમન લાંબા સમયથી નિકળવા માટે તૈયાર છે અને આશા છે કે તેઓ એક-બે દિવસમાં લાઇટ પકડશે. આઇપીએલ ૨૦૨૧ સિઝનનું આયોજન ૯ એપ્રિલથી થવા જઇ રહૃાું છે.