ઇસરો તૈયાર છે સ્પેસમાં મોટી છલાંગ માટે, ફરીથી ઉપયોગ થઇ શકે લોન્ચ વ્હીકલ
ઇસરોના વૈજ્ઞાનિક ઓછા ખર્ચમાં ફરીથી ઉપયોગ થનાર લોન્ચીંગ યાન બનાવવામાં જોડાયેલા છે. હવે આ લોન્ચીંગ યાન બનાવવામાં લાગેલા છે. હવે આ લોન્ચીંગ યાનના પહેલાં લેન્ડીંગ પ્રયોગ માટે ઇસરો તૈયાર છે. આ લોન્ચીંગ યાનને Reusable Launch Vehicle-Technology Demonstrator (RLV-TD) કહે છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે પીટીઆઇ સાથે વાતચીતમાં જાણકારી આપી છે કે ઇસરો કર્ણાટકના ચિત્રદૃુર્ગ જિલ્લામાં સ્થિત અંતરિક્ષ પરીક્ષણ રેંજથી Reusable Launch Vehicle-Technology Demonstrator ના પહેલાં રનવે લેડિંગ પ્રયોગ (RLV-LEX) માટે તૈયાર છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહૃાું કે તેના માટે હવામાનનું મોનિટિંરગ કરવામાં આવી રહૃાું છે. ઇસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇન્ફ વિંગને એક હેલિકોપ્ટરની મદદથી ત્રણથી પાંચ કિલોમીટરની ઉંચાઇ પર લઇ જવામાં આવશે અને ક્ષતિજ વેગ સાથે રનવેથી લગભગ ચારથી પાંચ કિલોમીટર પહેલાં છોડવામાં આવશે. છોડ્યા બાદ Reusable Launch Vehicle ધીમી ગતિથી ઉડાન ભરશે, રનવે તરફથી આવશે અને ચિત્રદૃુર્ગ પાસે ડિફેન્સ એરફીલ્ડના એક ક્ષેત્રમાં લેન્ડીંગ ગિયર સથે પોતે ઉતરશે. તેના માટે લેડીંગ ગિયર, પેરાશૂટ, હુક બીમ એસેંબલી, રડાર, અલ્ટીમીટર, અને સિયુડોલાઇટ જેવી નવી સિસ્ટમ વિકસીત કરવામાં આવી છે. ઇસરોએ પોતાના પ્રથમRLV-TD HEX-01 (Hypersonic Flight Experiment-01) મિશનને ૨૩ મે ૨૦૧૬ ને SDSC SHAR સાથે મોકલવામાં આવ્યું હતું. તેના ડિઝાઇન અને પરીક્ષણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીને સફળતાપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી હતી. ઇસરોના પ્રમુખ એસ સોમનાથ પહેલાં જ કહી ચૂક્યા છે કે રીયૂજેબલ વ્હીકલ ફક્ત વ્યવસાયિક અક્ષેત્ર માટે નહી પરંતુ રણનીતિક ક્ષેત્ર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી ભારતથી અંતરિક્ષમાં પેલોડ મોકલી પરત સુરક્ષિત લાવવામાં આવશે. ભવિષ્યમાં કોઇપણ પ્રકારના લોન્ચ વ્હીકલ બની શકે છે અને લોન્ચરનો ખર્ચ ઓછો કેવી રીતે કરી શકાય તે દિશામાં ઇસરો ઝડપથી કામ કરી રહી છે. હાલ એક લોન્ચીંગની િંકમત ૨૦ હજાર ડોલર પ્રતિ કિલોગ્રામ છે. તેને ૫ હજાર ડોલર સુધી લાવવાની દિશામાં કામ કરી રહૃાા છીએ. ઇસરો પાસે હજુ બે પ્રકારના લોન્ચીંગ યાન છે. ભારત ઘણા વર્ષોથી પોતાના પૃથ્વીની નિચલી કક્ષામાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) અને જિયોસિંક્રેંસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) પર પોતાના કંઝ્યૂમર સેટેલાઇટ લોન્ચીંગ કરતું આવ્યું છે.