આ અબ લૌટ ચલે…શ્રી જે.વી.કાકડીયાની પુન: ભાજપમાં વાપસી

25 વર્ષથી સક્રિય સેવાભાવી રાજકીય આગેવાન શ્રી જેવી કાકડીયાએ રાજ્યના બીજા ચાર ધારાસભ્યો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો

અમરેલી, રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો છે. આજે વહેલી સવારથી તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી હતી. તેનો સુખદ અંત આવ્યો છે.આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને પૂર્વ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપના મોભી શ્રી દિલીપ સંઘાણી, જિલ્લાના પુર્વ પ્રભારીમંત્રી જયંતીભાઇ કોલડીયા, વર્તમાન પ્રભારીમંત્રીશ્રી હકુભા જાડેજા, ધારી-બગસરા વિસ્તારના પુર્વ ધારાસભ્ય શ્રી મનસુખ ભુવા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરા તથા શ્રી કમલેશ કાનાણી, શ્રી કૌશીક વેકરીયા અને શ્રી રવુભાઇ ખુમાણની ઉપસ્થિતીમાં શ્રી જેવી કાકડીયા ભાજપમાં જોડાયા હતા.1995થી શ્રી જેવી કાકડીયા વિધાનસભા લડતા આવ્યા હતા અને 2017ના ચુંટણી જંગમાં કોંગ્રેસ તરફથી લડી જીત્યા હતા અને તેમણે રાજીનામું આપી દીધ્ાુ હતુ આજે તે ફરી ભાજપમાં જોડાયા છે કોંગ્રેસની પહેલા તે ભાજપમાં જ હતા અને ફરી તેના ઘરમાં તેમણે પ્રવેશ કર્યો છે.