SRHની ટીમમાં મોટો ફેરફાર: મિશેલ માર્શની જગ્યાએ જેસોન રૉય સામેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઅએલ)ની આગામી સિઝન ૯ એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ શરુ થાય તે પહેલા સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર થયો છે.  ડેવિડ વોર્નરની આગેવાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ જગ્યાએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેસન રૉયને સામેલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદે રોયને ૨ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ આઈપીએલ-૨૦૨૧ માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.  રિપોર્ટ અનુસાર માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવા માંગતો નહોતો. જેના કારણે તેણે અંગત કારણો આપો આઈપીએલ રમવાનો ઈનકાર કરી દીધો છે.  કોવિડ-૧૯ પ્રોટોકલ અનુસાર, માર્શે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું.

હૈદરાબાદની ટીમે માર્શને ૨૦૨૦ની હરાજીમાં તેની બેઝપ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ગત સિઝનમાં પણ વધુ મેચ રમ્યો નહોતો. માર્શે ૧૦ વર્ષમાં આઈપીએલમાં ૨૧ મેચ રમી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સ અને પૂણે વોરિયર્સ માટે રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો ૧૧ એપ્રિલે એમએ ચિદૃંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સસામે છે.

જેસોન રૉયે તાજેતરમાં જ  ભારત વિરુધ સમાપ્ત થયેલી શ્રેણીમાં શાનદૃાર બેિંટગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ભારત સામેની ટી -૨૦ સિરીઝમાં તેણે ૫ મેચમાં ૧૪૪ રન બનાવ્યા હતા. જ્યારે  ત્રણ વનડેમાં તેણે ૧૧૫ રન  બનાવ્યા હતા.