ટીવી શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લોકપ્રિય પાત્રો ભજવી રહેલા કલાકારો એક પછી એક શોને અલવિદા કહી રહૃાા છે. જણાવી દઈએ કે, આ શો ટીવીના ઈતિહાસના સફળ શોમાંથી એક છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહૃાો છે. આ શો સાથે જોડાયેલા દરેક કલાકાર પોતાની અદભૂત એક્ટિંગ માટે જાણીતા છે. આ શોમાંથી ઘણા કલાકારોને અપાર સફળતા પણ મળી છે, પરંતુ કેટલાક સમયથી આ શોના ઘણા કલાકારોએ એક પછી એક શોને અલવિદા કહી દીધું છે. ભૂતકાળમાં આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. જોકે તેના શો છોડવાનું કારણ બહાર આવ્યું નથી. આ પહેલા દિશા વાકાણી, નેહા મહેતા અને શૈલેષ લોઢા સહિત ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું હતું. તેણે નિર્માતાઓ પર અયોગ્ય વર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. શો છોડનારાઓમાં છેલ્લું નામ શૈલેષ લોઢાનું છે, જે આ શોમાં તારક મહેતાના રોલમાં જોવા મળ્યા હતા. હવે શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે પણ શો છોડવાની જાહેરાત કરી છે. ઘણા સમયથી એવી અફવા હતી કે શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુના પાત્રમાં જોવા મળી રહેલ રાજ અનડકટ શોને અલવિદા કહેવા જઈ રહૃાો છે. પરંતુ આ સમાચારને હંમેશા અફવા કહેવામાં આવે છે. પરંતુ આ વખતે ટપ્પુએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને અલવિદા કહેવાના સમાચાર આપ્યા છે. આ જાહેરાત કરતી વખતે રાજે લખ્યું કે, ’હવે સમય આવી ગયો છે કે, તમામ અટકળો અને સવાલોનો અંત લાવીએ. સત્તાવાર રીતે નીલા ફિલ્મ્સ અને ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે મારો કરાર પૂર્ણ થઈ ગયો છે. પોતાની વાત રાખતા રાજ લખે છે કે, ’મારી આ સફરમાંથી મેં ઘણું શીખ્યું છે. ઘણા મિત્રો બન્યા છે. આ મારી કારકિર્દૃીનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો. આ પ્રવાસમાં મને સાથ આપનાર તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. શોની સમગ્ર ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમારા બધાનો દયપૂર્વક આભાર. ટપ્પુના પાત્ર દ્વારા તમે મને જે રીતે પ્રેમ આપ્યો છે તે બદલ આપ સૌનો દયપૂર્વક આભાર. મહેતાની સમગ્ર ટીમ અને શોને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રાજ અનડકટે રણવીર સિંહ સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પોસ્ટ કરીને તેણે કહૃાું કે, તેનું મોટું સપનું સાકાર થયું છે. જો કે, તે સ્વપ્ન શું હતું. તેણે તેના વિશે કશું કહૃાું ન હતું. પરંતુ વિદાય કરતી વખતે, રાજે તેના ચાહકોને વચન પણ આપ્યું છે કે, તે ટૂંક સમયમાં અન્ય પ્લેટફોર્મ પર દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. પરંતુ રાજ એટલે કે ટપ્પુને અચાનક શોને અલવિદા કહી દૃેવું એ દર્શકો માટે મોટો ફટકો છે.