UNSCમાં એસ.જયશંકરે કહૃાું,”આતંકીઓને આંતરરાષ્ટ્રીય મંચથી મળે છે છત્રછાયા”

વૈશ્ર્વિક સ્તરની બેઠકમાં ભારતના પ્રતિનિધિત્વ કેન્દ્રિય વિદૃેશ મંત્રીએ ચીન પર નિસાન સાધ્યું

ભારતના બે પડોશી દૃેશો એક તરફ પાકિસ્તાન અને એક તરફ ચીન બન્ને સતત અવળચંડાઈમાંથી બાજ આવતા નથી. હાલ ચીનને કારણે બોર્ડર પર માહોલ તંગ બન્યો છે. એટલું જ નહીં આ દૃેશો આતંકવાદને પોષવામાં પણ ભૂમિકા ધરાવે છે. પાકિસ્તાન ઉપરાંત ચીન પણ આતંકને પોષતુ આવ્યું છે. એટલું જ નહીં વૈશ્ર્વિક ફલક પર ભારતના વધતા જતા કદથી આ બન્ને પડોશીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ ચાલી રહેલી વૈશ્ર્વિક સ્તરની બેઠકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલાં કેન્દ્રિય વિદૃેશ મંત્રીએ ચીન પર નિસાન સાધ્યું. વિદૃેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ખુલ્લી ચર્ચા દરમિયાન ચીન અને તેના નજીકના સાથી પાકિસ્તાન પર પરોક્ષ રીતે હુમલો કર્યો. એસ જયશંકરે બુધવારે એટલે કે ૧૪ ડિસેમ્બરે જણાવ્યું હતું કે આતંકવાદને યોગ્ય ઠેરવવા અને કાવતરાખોરોને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દૃુરુપયોગ કરવામાં આવી રહૃાો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ખાતે ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અને સુધારણા બહુપક્ષીયતા માટે નવી દિશા વિષય પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરતા, જયશંકરે એમ પણ કહૃાું હતું કે સંઘર્ષે એવી સ્થિતિ સર્જી છે કે બહુપક્ષીય ફોરમમાં નિષ્ક્રિય વલણ જાળવી શકાતું નથી. તેમણે કહૃાું કે આતંકવાદના પડકાર પર, વિશ્ર્વ વધુ સંયુક્ત પ્રતિસાદ સાથે એકસાથે આવી રહૃાું છે, પરંતુ કાવતરાખોરોને ન્યાયી ઠેરવવા અને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દૃુરુપયોગ કરવામાં આવી રહૃાો છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃની અધ્યક્ષતા કરી રહૃાું છે. આ અંગે વિદૃેશ મંત્રી ડો.એસ. જયશંકરે કહૃાું કે આજે વિશ્ર્વ હિંસા, સશસ્ત્ર સંઘર્ષ અને માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહૃાું છે, તેથી મહાત્મા ગાંધીના આદર્શો વિશ્ર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં આપણને માર્ગદર્શન આપી રહૃાા છે. એસ.જયશંકરે કહૃાું કે આ ચર્ચાનું પરિણામ નક્કી કરશે કે આપણે કેવા પ્રકારનું સંયુક્ત રાષ્ટ્ર જોવા માંગીએ છીએ અને તે જ સમયે અમને જણાવશે કે આ વૈશ્ર્વિક વ્યવસ્થા સમકાલીન વાસ્તવિકતાઓને શ્રેષ્ઠ રીતે પ્રતિિંબબિત કરે છે. વિદૃેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહૃાું કે આતંકવાદના પડકાર સામે મોટાભાગના દૃેશો આગળ આવી રહૃાા છે અને સામૂહિક પ્રતિસાદ આપી રહૃાા છે, પરંતુ પક્ષપાતી મંચોનો દૃુરુપયોગ થઈ રહૃાો છે. તેના દ્વારા ગુનેગારોને બચાવવાનું કામ કરવામાં આવી રહૃાું છે. જણાવી દઈએ કે આ વર્ષે ચીને પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ભારતના પ્રસ્તાવ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં સાજિદ મીર, અબ્દૃુલ રઉફ, અબ્દૃુલ મક્કી, શાહિદ મહેમૂદ જેવા કુખ્યાત આતંકવાદીઓનો સમાવેશ થાય છે. ડૉ એસ જયશંકર UNSC ખાતે ભારતના વર્તમાન પ્રમુખપદ હેઠળ આતંકવાદ અને સુધારેલા બહુપક્ષીયવાદ પરના બે કાર્યક્રમોનું નેતૃત્વ કરવા મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ આ મહિને પૂરો થશે.